(કેમ છો વાચકમિત્રો? હું ફરી એકવાર એક નવી વાર્તા 'પ્રિંસેસ નિયાબી' સાથે આપને મળવા આવી ગઈ છું. ઘણો લાંબો બ્રેક લીધો મેં. એ બદલ ક્ષમા કરશો. આશા છે કે આપ સૌ મારી આ વાર્તા ને પણ પસંદ કરશો. તો ચાલો મળીએ 'પ્રિંસેસ નિયાબી' ને અને જાણીએ શુ છે એના જીવનમાં? કોણ કોણ છે એના જીવનમાં? કેવું છે એનું જીવન? અને આપણે પણ એની સાથે એક ટૂંકી પણ રસપ્રદ જીવનની મોજ માણીએ. તો ચાલો.......... ને હા આપના કિંમતી પ્રતિભાવો આપવાનું ચૂકતા નહીં. તમારા પ્રતિભાવો જ વાર્તા ને ઉત્તમ બનવશે. )બંસીગઢના રાજા વિક્રમસિંહ પોતાના રાજ્યમાં ખૂબ શાંતિ થી રાજ કરી રહયા હતા.