કશિશ ની સફર આપણે જોઈ કે એની પુરી જીંદગી ઘર પરિવાર ને સાચવવા માં જ નિકળી ગઈ .. જે દરેક ગૃહિણી સાથે બનતું જ હોય છે.કશિશ ને તો કાનન પણ ખૂબ સમજું અને વ્યવહારુ હતો. કોઈ પણ પરિસ્થિતિ માં એ એની સમજ થી બધું સમજી ને સમજાવી શકતો. કશિશ ના જીવન માં ખરેખર હવે જ સફર શરું થઈ હતી.કશિશ ને જીવન માં જે ક્ષણો ની જરૂર હતી એ ક્ષણો એને વરસો પછી મળી રહી હતી અને એનું માધ્યમ એની પ્યારી દિકરી હતી. જેનું નામ સૃષ્ટિ હતું. સૃષ્ટિ બચપન થી એની મમ્મી ને જોતી આવતી હતી. હમેશાં બીજા માટે પોતાનું જીવન સમર્પિત કરતી