બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (15) લવ નેવર ડાઈ આ.સી.સી.યુ.ની સામે હું ગંભીર મુદ્રામાં બેઠો હતો. હું મારી પત્ની અને થોડે અંતરે મિ. શાહ જેનાપ્રત્યે મને અપાર નફરત હતી એ શખ્સ આજ મારી સામે હતો. પણ મેં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કારણ... પરિસ્થિતિ જ કંઈક એવી હતી. આજે મિ. શાહનાં મુખ પર પણ ચિંતા ની લકીરો હતી. પ્રિતી જીવન–મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. હું કશું કરી શકું એમ ન હતો. 'યશ, ડૉકટર થયું.' મેં તેનાં પર તરાપ મારતા કહ્યું. 'કંડીશન ઈઝ સીરીયસ.' વી રીમુવ્ડ ટયુમર ફ્રોમ બ્રેઈન બી ફોર વીક. બટ નાઉ કંડીશન ઈઝ ક્રિટીકલ. નાઉ ગોડ હેલ્પ