છાંદસ્થ ગઝલ - 1

  • 4k
  • 1
  • 1.4k

1.જો મળી જશે..!(લગાલગા લગાલગા લગાલગા લગાલગા) હવે જો એ મળી જશે, તો વારતા શરૂ થશે, અગર એ "ના" કરી જશે! તો વારતા શરૂ થશે. ભલે બરફ બની ને આંસુઓ છે થીજતાં રહ્યાં, કદાચ ઓગળી જશે! તો વારતા શરૂ થશે. આ દિલ અને દિમાગમાં સમજ રહે છે કાયમી, હવે જો એ લડી જશે! તો વારતા શરૂ થશે. ભલે એ પાંદડું છુપાઇને કિતાબમાં પડ્યું, કદાચ એ જડી જશે તો વારતા શરૂ થશે. રહ્યો છું આશમાં કે એ મને જરૂર રોકશે, જો 'આવજો' કહી જશે તો વારતા શરૂ થશે. "આર્યમ્" 2. આજ તો.(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) લઇ કલમ ને કાગળે શાહી ઉતારું આજ તો, એમ