અંગારપથ - ૩૮

(281)
  • 12.5k
  • 15
  • 6k

અંગારપથ. પ્રકરણ-૩૮. પ્રવીણ પીઠડીયા. “સર...” લોબોનો આસિસ્ટન્ટ થોડી જ વારમાં ફરીથી લોબો પાસે આવ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપર કંઇક ખચકાટનાં ભાવો છવાયેલા હતા. તે આવીને એમ જ ઉભો રહ્યો. લોબોએ તેની સામે નજર કરી. “શું છે, કંઇક બોલીશ કે પછી આમ જ મૂંડી ઢાળીને ઉભો રહિશ.” એક તો ઓલરેડી મોડું થઇ રહ્યું હતું એટલે તેનો પિત્તો સાતમા આસમાને હતો, તેમાં ઉપરથી આજે તેના માણસો પણ કોણ જાણે કેમ પણ સાવ વિચિત્ર રીતે જ વર્તી રહ્યાં હતા. લોબોને પોતાની ટીમ ઉપર ગર્વ હતો. તેમણે ઘણા ઓપરેશનો સાથે મળીને પાર પાડયા હતા પરંતુ આજે બધું અટવાતું હોય એવો માહોલ