સંબંધો ની આરપાર....પેજ - ૪૯

(60)
  • 4.8k
  • 2
  • 2.1k

અંજલિ એ વિશાલ સાથે પ્રયાગ તથા અદિતી નાં સંબંધ વિષે વાત કરી લીધી છે, તથા વિશાલ ની રજા પણ લઈ લીધી છે.અંજલિ એ નક્કી કર્યું હતું તે મુજબ આચાર્ય સાહેબ ને તેની કંપનીમાં ડાયરેક્ટર નું પદ આપે છે, તથા વહેલા માં વહેલી તકે પોતે વિશાલ ને સાથે લઈને આચાર્ય સાહેબ નાં ઘરે જવાનું નક્કી કરેછે.****** હવે આગળ ****પેજ-૪૯******આચાર્ય સાહેબ તેમની કેબીનમાં ગયા અને સૌથી પહેલા તેમણે તેમની પત્ની ને ફોન લગાવ્યો..હેલ્લો...જય શ્રી કૃષ્ણ...અદિતી નાં મમ્મી...આચાર્ય સાહેબ નાં અવાજમાં ખુશી છલકાતી હતી. જી..જય શ્રી કૃષ્ણ...કેમ આજે આમ અચાનક મને ફોન કર્યો ? અને શુ વાત છે ?? બહુ ખુશ લાગો છો ને