આલિશાન બંગલા આગળ પોલિસની ગાડીને હળવી બ્રેક લાગી. અભય એક પણ મિનિટ ગુમાવ્યા વિના ગાડીમાંથી નીચે કૂદી પડ્યો. અભયની સાથે જ સમીર અને ડ્રાઇવિંગ સીટ પર રહેલો કોન્સ્ટેબલ નારંગ બંગલા તરફ ભાગ્યા...સૂરજ નમી ગયો હતો. આથમણા આકાશમાં કેસુડાનો રંગ કુદરતે ઢોળી દીધેલો. પંખીઓનો કલશોર પીપળાના વૃક્ષ પર ગુંજી રહ્યો હતો. એક અસીમ સન્નાટો ઓઢીને બંગલાનો ખાલિપો જાણે એમની જ રાહ જોઈ રહ્યો હતો. એક પછી એક કમરાને અભય સમીર અને નારંગ ખંગાળવા લાગ્યા... પાંચમા નંબરના કમરામાં પહોંચ્યા ત્યારે એક ખૂણામાં ટાઈલ્સ નીચેથી ઢમ ઢમ ઢમ.. અવાજ આવતો સાંભળી અભયની આંખોમાં વિસ્મય ધોળાયુ... ઈસ્પે. અભય અને નારંગ ખૂણા તરફ દોરવાયા.. નીચેથી કોઈ