અંત પ્રતીતિ - 1

(25)
  • 6.4k
  • 1
  • 3.8k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧) દીકરી વહાલનો દરિયો “દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર... એ સૂવે તો રાત પડે ને, જાગે તો સવાર... હૈયાના ઝૂલે હેતની દોરી, બાંધી તને ઝુલાવું, હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું, પાવન પગલે તારા, મારો ઉજળો છે સંસાર... દીકરી મારી લાડકવાયી...” નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી