એક ડાઘ જીવનનો

(91)
  • 3.4k
  • 4
  • 1.3k

આજથી લગભગ સાત-આંઠ વરસ પહેલાની વાત છે. રાતના દસ વાગે સ્ટાફને રજા આપી, વ્યવસાયે તબિબ એવા પતિ- પત્ની બન્ને એકલા ક્લિનિકમાં એક દર્દીની રાહ જોઇને બેઠેલા. જશુભાઇ એમના જુના દર્દી હતા. એ એમના દિકરાના લગ્ન એક છોકરી સાથે કરાવ​વા કે નહિં એ બાબતે દાક્તરનો અભિપ્રાય લેવા આવ​વાના હતા. છોકરીને પગે સફેદ ડાધ હતો, કોઢનો! છોકરીવાળાએ જણાવેલુ કે, એમણે છોકરીની સાર​વાર કરાવેલી છે, ફક્ત એક ડાઘ રહી ગયો છે જે, હવે મોટો નથી થતો અને એ ચેપી પણ નથી! જશુભાઇને ચામડીના દાક્તર તરીકે ડો. અમિત શાહ પર પુરો વિશ્વાસ એટલે, એમણે આ વિષે દાક્તરને ફોન ઉપર વાત કરેલી, ને છેલ્લે એમ