મોર્ડન શિવાની

(16)
  • 4.9k
  • 1.7k

શિવાની,તમારા દીકરાની વહુ,દેખાવે મોર્ડન,બૉયકટવાળ,છેલ્લામાં છેલ્લી ફેશનના કપડાં પહેરવાની શોખીન,બી.ડી.એસ.ડેન્ટલ. જયારે તમે એને પહેલી વખત જોઈ ત્યારે તમે એમ માની લીધેલું મનજી કે પેટે પાટા બાંધીને ભણાવેલા છોકરાને સાવ ખોઈ દઈશું.શિવાની એક તો તમારા સમાજની ન હતી ઉપરથી પૈસાદાર બાપની છોકરી.શહેરમાં જ ઉછરેલી.ગામડું એણે જોયલું નહી.તમારા દીકરા કાનજી સાથે એને પ્રેમ થઈ ગયેલો.કાનજી એમ.બી.બી.એસ.પુરુ કરી એ વખતે એમ.ડી.કરતો હતો.તમને તો એટલી જ ખબર કે એ વધારે ભણવા દિલ્હી ગયો છે.તમે અંગૂઠા છાપ પણ તમારો દીકરો કાર્ડીયાક સર્જરીનો અભ્યાસ કરી રહ્યો હતો.શિવાનીના પપ્પાને શિવાનીએ જ્યારે એના અને કાનજીના પ્રેમની વાત કરી ત્યારે એમણે તો તરત જ સંમતિ આપી.કાનજીને ઘરે મળવા બોલાવેલો.કાનજીએ તમારા