શિવરાત્રી

(13)
  • 2.3k
  • 762

વાર્તા-શિવરાત્રી લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 આજે મહાશિવરાત્રી નો પવિત્ર તહેવાર હતો.ઉપવાસ હતો એટલે ફળાહાર કરીને મંદિરના ઓટલે બેસીને વડીલો ગપાટા મારી રહ્યા હતા.એંશી વર્ષના ઈશ્વરકાકા નો ચહેરો હસુ હસુ થઇ રહ્યો હતો.બચુકાકા એ કહ્યું ‘ઈશ્વરકાકા કંઇક સારા સમાચાર આવ્યા લાગેછે.સવારના મુડમાં દેખાઓ છો.” ઈશ્વરકાકા ખરેખર ખુશ હતા જ.હસતાં હસતાં બોલ્યા’ભાઈઓ આજે મારા નિખિલ નો જન્મ દિવસ છે.કેટકેટલી બાધાઓ રાખ્યા પછી ભોળાનાથે કૃપા કરી હતી અને બરાબર શિવરાત્રી એ દીકરો આપ્યો હતો.અત્યારે તો ઓસ્ટ્રેલીયા માં લીલાલહેર છે એને.એની વહુને દીકરો આવ્યો એ પણ શિવરાત્રી ના દિવસે જ.દાદાની કૃપા છે.દીકરાને દેવું કરીને પણ સારામાં સારું ભણાવ્યો એટલે તો અત્યારે ઓસ્ટ્રેલીયા માં