સમય- સાંજના સાત. કોલેજ ક્યારનીય છૂટી ગઈ હતી. કોલેજ છૂટી એ વખતે કૌશલ અને કૃશાલ મુતરડીમાં સંતાઈ રહયા હતા. પ્યુન બધું બંધ કરીને બહાર નીકળ્યા ત્યારે ધવલ અને સેજલ એક મોટા ઓટલા પાછળ લપાઈ ગયા હતા. એમણે કૌશલને ફોન કરીને કહી દીધું હતું કે હવે કોલેજ ખાલી થઈ ગઈ છે. બહાર નીકળવાની રાહ જોઇને બેઠેલા આ બંને સડસડાટ મુતરડીની બહાર આવી ગયા હતા. ઘણો બધો સમય પસાર કરવાનો હતો. લગભગ દોઢ કલાકથી કૌશલ અને કૃશાલ કોલેજમાં હતાં. આખીય કોલેજમાં એકદમ સન્નાટો હતો. ભયાનક શાંતિ હતી. જાતજાતના વિદ્યાર્થીઓથી ખદબદતી રહેતી અને એમના કોલાહલથી ગૂંજતી રહેતી કોલેજનું આટલું શાંત