પ્રકરણ - 57રીવેન્જ પન્નાબ્હેન અને સુમિધસિંહ વરસો પછી ફોન પર લાગણીભીના થઇને વચ્ચેનો ઇતિહાસ ભૂંસીને વર્તમાનને આવકારવા તૈયાર થઇ ગયાં. સુમીધસિંહે કહ્યું હવે વચ્ચે કંઇ નહીં બસ આવી જા.. તને લેવામાં માટે... અને પન્નાબેન બોલ્યાં. અન્યાનાં ગયાં પછી તમને જોવાની તિવ્રતા વધી ગઇ છે. બસ તમારી રાહમાં એક એક પળ વિતે છે. મારાથી જે કંઇ થયું એની માફી માગું છું સુમીધસિંહ કહે વચ્ચેનો સમયગાળો હતો જ નહીં હું બધુ જ વિસારી ચૂક્યો છું... પન્નુ તને લેવાં માટે હું જ આવું છું.. આજેજ ફલાઇટમાં હમણાં જે પ્હેલી ફલાઇટ હોય એમાંજ.. રાજ અન્યા તને મળવા ઘરે વધાવવા માટે હશે હું આવું છું