[ આગળના પાર્ટમાં નિલને મિત , રાજ ને તેનો મિત્ર અને નીરવ ને મોનીકા દેખાઈ. ] " દીપ ચાલને સાયકલ પર રેશ કરીએ. " દીપને લાઈબ્રેરી માં પાછળ થી કોઈકે કાનમાં કહ્યું. દીપ ને અવાજ સાંભળેલો લાગ્યો. " પછી ક્યારેક. " દીપ વાંચવામાં મશગુલ હતો. " ના ચાલ ને . " ફરી એ જ આવજે કાન પાસે આવીને કહ્યું. દીપને થોડો ગુસ્સો આવ્યો. તેને નકારમાં માથું ધુણાવ્યું. પાછળથી ખભા પર હાથ રાખ્યો. દીપ ઉભો થઇ ગયો. પાછળ ફરીને જોયું. થોડુંક આશ્ચર્ય અને થોડો ભય મોઢા પર છવાઈ ગયો. " તું.. " દીપ બોલ્યો. " હા ચાલને પેલા ઢાળીયા પર જઈએ. "