શિકાર : પ્રકરણ 23

(221)
  • 4.9k
  • 13
  • 2.9k

ચારેક એકરના ખેતરમાં પવન આમતેમ ઉડા ઉડ કરતો હતો. ઊંચા વ્રુક્ષો પવન સાથે રમત રમતા હતા. ખેતરમાં વાવેલો પાક પવન સાથે ઘડીક ઉત્તર તો ઘડીક દક્ષિણ એમ ઝૂલતો હતો એ દ્રશ્ય મનમોહક હતું. ઘોડાના તબેલા તરફથી ઘોડાની હણહણાટી, વરસાદને ટહુકો કરતા મોરના સુંદર અવાજ ખેતરના વચ્ચેના ભાગેથી આવીને ચારેય તરફ ફેલાતા હતા, ટ્યુબવેલના ધોરામાં પડતા પાણીનો અવાજ અને નીકમાં ખળખળ વહેતા પાણીના અવાજથી એક માધુર્ય છવાયું હતું. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવા મનમોહક વાતાવરણમાં આવી સુંદર પ્રાકૃતિક જગ્યાએ કુદરતે રચેલા એક માનવીને હાથ પગ બાંધીને અંધારી રૂમમાં પૂરેલો હશે...! જમવાની વ્યવસ્થા કરીને લખુભાનો ખાસ માણસ જોરાવર ખબરી