રિધ્ધી એ પોતાની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તે જમીન પર સૂતી છે. એટલે તે તરત ઉભી થઈ ગઈ અને થોડુંક ચાલી પણ તેને આસપાસ ચારે બાજુ સફેદ વાદળ સિવાય બીજું કંઈ દેખાયું નહીં. એટલે તે આગળ ચાલવા લાગી. થોડી વાર પછી તેને એક આકૃતિ તેની તરફ આવતી દેખાઈ.એટલે રિધ્ધી અટકી ગઈ. રિધ્ધી એ તે આકૃતિ ને ધ્યાન થી જોઈ. આકૃતિ નજીક આવતા રિધ્ધી તેને ઓળખી ગઈ. તે આર્યવર્ધન હતો. આર્યવર્ધન ને જોઈ રિધ્ધી હસીને દોડી ને આર્યવર્ધન ને ગળે મળી. એટલે આર્યવર્ધને પણ રિધ્ધી ને પોતાની બાહો માં જકડી લીધી. થોડી વાર સુધી એ જ સ્થિતિ માં રહ્યા