મગન,નાથો અને ચમેલી કેન્ટીન તરફ ગયા. તારિણી દેસાઈનો પિરિયડ ભરવાની એકેયની ઈચ્છા નહોતી.આજે બન્ને રમેશની બાઇક લઈને આવ્યા હતા.આમ તો એ બાઇક કહેવા પૂરતી જ રમેશની હતી. "તમારા લોકોના ગોટા બહુ વખણાય છે ? તું કોઈ દી લાવી તો નહીં અમારી સાટું.."નાથાએ ખુરશીમાં બેસતા કહ્યું."મેં કેમની લાવું ? તમાડા લોકોનું કાંઈ નક્કી ની મલે..હું લાવું અને ટમે લોકો ની આવો ટો ? ચલો આજ ટમે માડી ઘેડ.. મેં ટમને લોકાનેમસ્ટ ગોટા ખવડાવટી છું"ચમેલીએ મગનની આંખોમાં જોઈને સ્માઈલ આપ્યું. એ સ્માઇલમાં એક ઇજન હતું..મગન જાણતો હતો, ચમેલી એને પ્રેમ કરવા લાગી છે. પણ મગનને એના પ્રત્યે એવા કોઈ ભાવ નહોતા. નાથાએ પહેલા