એક રાત આવી પણ...

(48)
  • 3.5k
  • 4
  • 1.4k

સાડા દસ નો સમય જોતા જ તેની આંખો ફરી અકળાઈ. એક તરફ મોડું થઇ રહ્યું હતું ને બીજી તરફ તેનું ગમતું જેકેટ મળી નહોતું રહ્યું. તે કબાટના એક ખાનામાંથી બીજા ખાનામાં શોધખોળ કરી રહ્યો હતો કે ડોરબેલ રણકી. થોડા કંટાળાના ભાવ સાથે તેણે ફરી ઘડિયાળમાં જોયું ને દરવાજા તરફ દોડી ગયો. તે જતો જ હતો કે તેના ધ્યાનમાં જેકેટ આવ્યું ને તે પહેરતા પહેરતા જ તેણે બુમ પાડી. “એ ખોલું એક મિનીટ...”. દરવાજો ખોલતા જ તેની આંખો સ્થિર થઇ ગઈ. તેની સામે તેની ઝીંદગીના ગુલીસ્તાનનું સૌથી સુંદર ફૂલ ઉભું હતું પણ હવે તો એ બગીચો જ વેરાન થઇ ચુક્યો હતો.