એક અનામી વાત ડુંગરો તો દુરથી જ રળિયામણા પાસે જઈ જુઓ તો ફક્ત પત્થર ... નિર્જિવ , નિસ્તેજ અને નિષ્પ્રાણ. પલાશ બોલ્યો. હા, તે નિષ્પ્રાણ છે, નિસ્તેજ પણ છે. પણ એ જ નિષ્પ્રાણ ડુંગરોમાં અદ્ભુત ચેતનતા વસેછે, પ્રાણ તો તેના પ્રત્યેક ઢાળે હિલોળા લે છે. જોતો તેના પ્રત્યેક પથ પર વીંટળાઈને ઉગી નીકળેલી એ નાની -નાની ઝાડી,એ ઝાડી માં ચારો ચારતા,ચરતા મૂંગા અં... નાં કદાચ અભાષ્ય ભાષા બોલનારા પ્રાણીઓ ,અને એજ ઝાંખરાની વચે ક્યાંક સતત તડકી છાયડી ની રમત રમતી પેલી કાળી-ભૂરી, નાની-મોટી વાદળીઓ એ બધાજ તેને જીવંત બનાવે છે. અને એટલેજ કદાચ પ્રકૃતિ અહી મનભરીને મહેકી ઉઠે છે,પવનની સાથે