વિષાદ યોગ - પ્રકરણ - 59

(179)
  • 6.8k
  • 5
  • 4.1k

પ્રશાંત આઇ.બીના હેડક્વાર્ટર પર પહોંચ્યો ત્યારે તેની હાલત ખરાબ હતી. તેને સમજાઇ ગયું હતું કે હવે મારો ખેલ ખતમ થઇ ગયો છે. તેની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ, જોયેલા સોનેરી સપના રોળાઇ ગયા હતા. આ બધુ પેલા એક યુવાનને લીધે. તેને અત્યારે ઉર્મિલાદેવી પર ગુસ્સો આવતો હતો. તેણેજ આ યુવાન પાસે આ કામ કરાવવાનું કહ્યું હતું. બાઇઓની બુદ્ધિ પગની પાનીએ જ હોય છે. મે ખોટુ તેનુ માની આ યુવાનને મિશનમાં સામેલ કર્યો, તેના પર વિશ્વાસ કરવા જેવોજ નહોતો. આમને આમ વિચારતો તે અંદર દાખલ થયો ત્યાં સામે જ લોકઅપમાં તેનો માણસ બેઠો હતો. તેને જોઇને પ્રશાંતને સમજાઇ ગયુ