શિકાર : પ્રકરણ 21

(221)
  • 5.6k
  • 7
  • 2.9k

વડોદરાની મહારાજા હોટેલમાં અનુપ સમીર અને સરફરાઝ પહોંચ્યા ત્યારે એમને ખબર નહોતી કે એમની પાછળ એક યેલ્લો ટેક્સી આ જ હોટેલ સુધી આવી હતી. હોટેલમાં લંકેશ, આઇટી સ્પેશિયાલિસ્ટ નવલ, શેડો બોય રઘુ, બહુરૂપી લાલા તિવારી ત્યાં હાજર હતાં. અનુપે રૂમમાં પ્રવેશી દરવાજો બંધ કર્યો. પહેલા જ ફોન જોડીની મેનેજરને સૂચના આપી કલાક સુધી નો ડિસ્ટર્બ. મેનેજરે ઓકે સર કહીને ફોન મુક્યો ત્યાં સુધી સરફરાઝ અને સમીરે બેઠક લીધી. સમીર અને લંકેશની નજર મળતા જ બંને એ સ્મિતની આપ લે કરી. "આ છે સમીર." અનુપે શરૂ કર્યું, " આપણો નવો સથી સમીર ખાન." સમીરે બધા સામે જોઇને સ્મિત વેર્યું. "વેલકમ સમીર