એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...!

(16)
  • 5.2k
  • 1
  • 2.1k

એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...! મારું મૂળ વતન વિરમગામ. હા, એ જ ગામ જ્યાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આવે છે. અમારું ગામ હુલ્લડ માટે કુખ્યાત. જોકે, છેલ્લા એક દાયકામાં અમારા ગામે હાર્દિક અને અલ્પેશ નામની જે બે પ્રોડક્ટ આપી છે એ જોઈને એ અલગથી કહેવાની જરૂર નહોતી કે વિરમગામ હુલ્લડ માટે કુખ્યાત છે. એ તો તમે આ બન્નેના પરાક્રમો પરથી પણ સમજી જ ગયા હશો. ગુજરાતમાં એક આખો સમય હતો કે ક્યારેક કુદરતી કારણોસર નેટ બંધ થઈ જાય તો પણ આમઆદમીને ફાળ પડતી કે હાર્દિક જેલમાંથી બહાર તો નહીં આવ્યો હોય ને? હોવ...હમ્બો...હમ્બો! કહે છે કે