મારી ચૂંટેલી લઘુકથાઓ - 43

  • 2.2k
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા છળ નીરા એ હજી સુધી ચાળીસમું વર્ષ પણ પૂરું નહોતું કર્યું અને તેના કાળા ભમ્મર વાળમાં અત્યારથી જ ચાંદીની રેખાઓ ઉભરી આવી હતી. ખબર નહીં એ કેવી પળ હતી જ્યારે સુંદરતાના મદમાં છકી જઈને તેણે અમિતનો તિરસ્કાર કર્યો હતો. હા એ માન્યું કે તે રતિની પ્રતિકૃતિ હતી અને અમિત કામદેવનો અવતાર ન હતો, પણ તે તેના પ્રેમની સચ્ચાઈને ઓળખી શકી નહીં. નીરા પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભી ઉભી સમયના એ પળને પકડવાની કોશિશ કરી રહી હતી જે સમયે તેણે અમિતનો હાથ ઝાટકી નાખીને મોહિતનો હાથ પકડ્યો હતો અને તેની ગરદન અહંકારથી ઉંચી થઇ