-યશpal jadeja લીખીત આમતો આ યાદગાર ક્ષણ મારી સાથેજ બનેલ એક પ્રસંગ છે. આવી મુલાકાત બહુ ઓછી થતી હોય છે. પણ હું ઈશ્વર ને પ્રાર્થના જરુર કરુ કે આવી મુલાકાતો મને કરાવતો રહે, અને આવા સારા કામ હું કરતો રહુ અને તમે બધા પણ કરતા રહો. હં..... તો વાત એમ છે કે નોકરી પરથી હું બસ સીટીમાં પહોચી ગયો છુ. રાતનો સીટીનો નજરીયો કેટલો મસ્ત હોય, એય.. ને કલરફુલ દુકાનોના બોર્ડ ને શોરૂમ ની ડેકોરેટિવ લાઈટ્સ ને બસમાં વાગતુ ધીમુ ધીમુ સંગીત ને મસ્ત મસ્ત રેસ્ટોરાં ની વાનગીઓની મીઠી મીઠી ખુશ્બુ ને આહ... મજા જ આવી