જોહની વોકર એક વાર કોલકાત્તામાં એક બગીચામાં એક તેલ માલીશવાળાને જોઇને ગુરુદત્તે કહ્યું હતું “જોહની, યે તેલ માલીશવાલે કો ધ્યાનસે દેખ લો. મેરી આનેવાલી ફિલ્મમેં તુમ્હારા યહી કિરદાર હોગા. ” જોહની વોકરે તે તેલ માલીશ વાળાનું બારીક નિરીક્ષણ કરી લીધું અને “પ્યાસા” માં તેના માટે ખાસ રોલ લખવામાં આવ્યો હતો. આજે પણ રફી સાહેબે ગાયેલું “સર જો તેરા ચકરાયે યા દિલ ડુબા જાયે. આજા પ્યારે સાથ હમારે કાહે ગભરાયે . ” એટલું જ જાણીતું ગીત છે. કોમેડિયન માટે ખાસ ગીત લખવાનો ટ્રેન્ડ પણ જોહની વોકરથી જ ચાલુ થયો હતો. પાંત્રીસ વર્ષની ફિલ્મી કરિયરમાં જોહની વોકરે બસો કરતા પણ વધારે ફિલ્મોમાં