અર્ધ અસત્ય. - 67

(272)
  • 7.6k
  • 12
  • 5.4k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૭ પ્રવીણ પીઠડીયા અભયનાં ઈરાદાઓ ખતરનાક હતા. બાપુ અંદર સુધી ખળભળી ગયા. તેમને સમજાઇ ગયું હતું કે અભય એટલી આસાનીથી તેમને છોડશે નહી. અસહ્ય વેદનાથી તેમનો ચહેરો તરડાતો જતો હતો અને એ પીડાથી છૂટકારો મેળવવા માટે જ તેમણે અનંતને ઈન્જેકશન લાવવાનું કહ્યું હતું. એ ઈન્જેકશનમાં ભરેલું પ્રવાહી તેમનું દર્દ ઓછું કરી શકે તેમ હતું. પરંતુ અભય તેમનો ઈરાદો સમજી ગયો હતો અને તેણે અનંતને રોકી લીધો હતો કારણ કે હજું ઘણાં પ્રશ્નો અનૂત્તર હતા જેના જવાબ બાપુ પાસેથી મેળવવાનાં હતા. તે ઈચ્છતો હતો કે બાપુ થોડા વધું તડપે, થોડા વધું રીબાય. આખી જીંદગી જેવી રીતે તેમણે બીજાને રીબાવ્યાં