I CAN'T SPEAK [1]

(42)
  • 2.4k
  • 5
  • 900

I CAN'T SPEAK. (1) નિહાળીને તુજને રોજ નયનમાં નીર વહી જાય છે, કહેતી નથી તું કંઈ જ પણ, ખામોશી તારી ઘણું કહી જાય છે ! નિખાર પટેલ..એક વીસ વર્ષનો ફૂટડો અને ફાંકડો યુવાન ! પોણા છ ફૂટ ઊંચો, પતલી કમર અને પહોળો સીનો, લાંબા હાથ અને એવા જ લાંબા અને મજબૂત પગ. ઓપન શર્ટ નીચે લેટેસ્ટ સ્ટાઈલનું થિંગડા મારેલું અને ઢીંચણે ફાટી ગયું હોય એવું પેન્ટ એ પહેરતો. માથે વાળના ગુચ્છા જેવી હેર સ્ટાઇલ એના દેખાવને સડકછાપ બનાવતી.આજકાલ યુવાનોમાં ફેશન જ એવી આવેલી છે કે સંસ્કારી અને ખાનદાન ઘરના છોકરાઓ પણ બન્ને સાઈડથી વાળ સાવ કઢાવી નાખે અને માથા