ભ્રમણા

  • 4.5k
  • 3
  • 1.3k

ભ્રમણાBy – એ.જે.મેકર“ज़िन्दगी से यही गिला है मुझेतू बहोत देर से मिला है मुझे”થોડીવાર પહેલાજ ભાનમાં આવીને આઈ.સી.યુ. માંથી નોર્મલ રૂમમાં શીફ્ટ થયેલા કેવલે બાજુમાં બેઠેલી હેમાંગીને અહમદ ફરાઝનો શેર સંભળાવતા કહ્યું. કેવલની વાત સાંભળીને હેમાંગીની આંખો ભીની થઇ ગઈ. હર્ષ અને ખેદના મિશ્રભાવ વાળા આંસુ લૂછતાં હેમાંગી એ કહ્યું-“તું આટલી હદે કઈ રીતે મને પ્રેમ કરી શકે છે? મેં તો ક્યારેય તારી સાથે સરખા મોઢે વાત પણ નથી કરી, હંમેશા તને ધુતકાર્યો, અપમાન કર્યું, તારો ફાયદો ઉઠાવ્યો તેમ છતાં આટલો પ્રેમ?”“કોણે કહ્યું તેં મારી સાથે પ્રેમથી વાતો નથી કરી? દરરોજ તું મારી સાથે વાતો કરે છે, હસે છે, રમે