અંગારપથ. - ૩૭

(297)
  • 9.1k
  • 15
  • 5.7k

અંગારપથ. પ્રકરણ-૩૭. પ્રવીણ પીઠડીયા. આવનારાં તુફાનની આગાહી પૂરતો હોય એવો ગહેરો સન્નાટો કમરામાં પ્રસરી ચૂકયો હતો. ત્રણ બંદૂકો સામ-સામી તણાઈ હતી. એક હરકત અને રંગા ભાઉનો કમરો લોહીમાં નાહી ઉઠવાનો હતો. કમરામાં હાજર એ ત્રણેયનાં હદય જોર-જોરથી ધડકતાં હતા. તેમની આંગળીઓ બંદૂકનાં ટ્રીગર ઉપર હરકત કરવા તૈયાર હતી. બે બંદૂકો એક જ દિશામાં.. રંગા ભાઉ તરફ તણાયેલી હતી. જ્યારે રંગા ભાઉની રિવોલ્વર પેટ્રીક તરફ મંડાઇ હતી. એજ પોઝીશનમાં સેકન્ડો વીતતી ગઇ. સેકન્ડોની એ ખામોશીમાં જાણે કેટલાય યુગ વીતી ગયા હોય એવી સ્તબ્ધતાં છવાયેલી હતી. “સર, પેટ્રીક સર. કંઇક લોચો છે. ચોક્કસ તમને સમજણ ફેર થયો છે. રંગા ભાઉ