(સંધ્યા ને રુકમણી બેન બંને વાતો કરી સુઈ જાય છે.હવે,જોઈએ આગળ.) સંધ્યા સવારે ઉઠી નાસ્તો કરીને પોતાની એક્ટિવા પર કોલેજ જવા નીકળે છે.મીરા ની ઘરે પહોંચતા જોવે છે, મીરાં આજે ઘરની બહાર ઉભી રહી સંધ્યા ની રાહ જોતી હતી.પહેલા ની જેમ જ મીરાં ને ખુશ જોઈ સંધ્યા ને પણ ખુશી થાય છે.બંને વાતો કરતા કરતા કોલેજ જવા નીકળે છે.કોલેજ એ પહોંચી સંધ્યા ફરી સુરજ ને શોધવા લાગી જાય છે.આમ તેમ નજર કરતા સંધ્યા નું ધ્યાન સુરજની જીપ તરફ જાય છે. જ્યાં,સુરજ, કાર્તિક અને તેના બીજા બે મિત્રો નયન અને ચેતન ઉભા