જંતર-મંતર ( પ્રકરણ : તેર ) ‘તું મને ધમકી આપે છે...?’ સિકંદરની વાત સાંભળીને ફકીરબાબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ધ્રૂજતા અવાજે બોલ્યા, ‘હું તને જોઈ લઈશ.’ અને પછી એમણે ધૂપદાનીમાં લોબાન નાખીને કોલસા ઉપર પૂંઠું હલાવતાં મનોજ તરફ નજર નાખી, ‘ભાઈ, જરા મારી ઝોળી આપો ને...!’ મનોજે ઝોળી આપી એટલે ફકીરબાબાએ એમાંથી એક કાગળનો ટુકડો કાઢયો. એક નાનકડી ડબ્બીમાંથી કેસર કાઢયું અને પછી એક રકાબીમાં કેસર પલાળીને એમણે લાકડાની સળીથી પેલા સફેદ ચોરસ કાગળમાં અરબી કે ઉર્દૂ જેવી ભાષામાં કંઈક લખ્યું અને પછી એ કાગળની ગડી વાળીને એને લોબાનના ધુમાડામાં ફેરવીને એક માદળિયામાં મૂકીને, માદળિયું બંધ કરી દીધું. ઝોળીમાંથી એક