અમદાવાદ બસ સ્ટેશન ઉપર તમને અકાળે વૃદ્ધ થયેલો એક યુવાન આવીને પૂછે છે 'મને ઓળખ્યો?' તમે થોડો વિચાર કરીને કહ્યું 'ના,અવાજ પરિચિત લાગે છે પણ ચહેરો ઓળખાતો નથી.' એણે નિસાસો નાંખીને કહ્યું 'હા,સાચી વાત છે,મારા ડોળ જોઈને હવે મને કોઈ ઓળખી શકતું નથી,તું પણ શાનો ઓળખે?' પછી 'રુસ્વા'મઝલૂમીની જાણીતી પંક્તિઓ તમને સંભળાવી. મોહતાજ ના કશાનો હતો,કોણ માનશે? મારોય એક જમાનો હતો,કોણ માનશે? તમે ચમકીને કહયું 'અરે,ચિરાગ,જાદુઈ ચિરાગ તું!અરે,યાર તું ઓળખાય એવો જ રહ્યો નથી,કયાંથી ઓળખું?' એણે કહ્યું'હા,યાર તારી વાત સાચી છે,