અધ્યાય-14સૌથી પહેલા તે પ્રકાશ સ્મૃતિએ જોયો કારણકે તે સૌથી આગળ ચાલી રહી હતી.તેણે બધાને રોક્યા ત્યારબાદ તે પ્રકાશ અર્થ અને કાયરા એ જોયો. તે ઝાડ પાછળ છુપાઈ ગયા.ત્યાં ધારીને જોયું તો ત્યાં કોઈ દેખાતું નથી અને માત્ર એક ટોર્ચ પડેલી દેખાઈ જેનો પ્રકાશ અંધારામાં ઝબુકી રહ્યો હતો.સ્મૃતિ એ કહ્યું કે ત્યાં કોઈ નથી આપણે જવું જોઈએ કદાચ કોઈની ટોર્ચ ભૂલથીજ રહી ગઈ હશે.જ્યારે અર્થનું કહેવું હતું કે નદીમાં કોઈક છે ટોર્ચ મુકવાનું કારણ કોઈ ત્યાં આવે નહીં તેમાટેનું હતું.આમ જ બહાર જવામાં ખતરો હતો.જો કોઈ જોઈ જાય તો કેટલાક સવાલો કરે તેથી જ્યાંસુધી તે ખબર ના પડી જાય કે અંદર