અધુુુરો પ્રેમ - 12 - અગ્નિપથ

(47)
  • 4.7k
  • 4
  • 2.5k

અગ્નિપથ નેહલ આકાશને સમજાવી ને પલકના ઘેર આવી ને પલકને કહ્યું કે હવે તું આકાશની ચિંતા ન કરીશ.એને વાત સમજાઈ ગ્ઈ છે.ને હવે તું વારંવાર એની સામે આવીને એને ડીસ્ટર્બ ના કરીશ.ને તું પણ તારું ધ્યાન રાખજે.એટલું કહી ને બન્ને બહેનપણીઓ જુદી પડે છે.પલક નેહલને જાપા સુધી વળાવી ને પાછી ફરી તરતજ પલકના ફોનની ઘંટડી રણકી...પલકે ફોનમાં જોયું તો એના ફીયાન્સેનો ફોન હતો.થોડીવાર ફોન સામે જોઈ રહીને પછી પલકે આખીર રીંગમા ફોન ઉપાડ્યો. પલકે કહ્યું હાય કેમછો ?પહેલી વખત પલક ફોનમાં વીશાલ જોડે વાત કરી રહી હતી. તેથી થોડી ખચવાટ અનુભવી રહી હતી. વીશાલે કહ્યું કેમ ફોન ઉપાડવામાં આટલી બધી વાર લાગી.