પ્રિત એક પડછાયાની - ૬

(84)
  • 5.4k
  • 3
  • 2.6k

સુપરસ્પેશિયાલિસ્ટના રૂમમાંથી ગયાં બાદ પ્રિતીબેન તરત બોલ્યાં, બેટા અન્વય આવી વાત તો તે અમને પણ કોઈને નથી કરી.અમને તો એમ કે કોઈ એક્સિડન્ટલ ઘટનાં બની છે પણ આ તો બધું કંઈ અલગ દિશા તરફ જ લઈ જાય છે... પરેશભાઈ : હા બેટા..તો બધી શરૂઆત ત્યાંથી જ થઈ હતી..હવે સમજાયું... બધાં વાતોમાં છે ત્યાં જ એક વોર્ડબોય આવીને અન્વયને કહે છે, ડોક્ટર આપને એમની ચેમ્બરમાં બોલાવે છે...એ સાંભળતા જ અન્વય તેની પાછળ જ એ રૂમ તરફ જાય છે. અન્વય ત્યાં જઈને ડોક્ટરની સામે બેઠો છે..તેના ધબકારા વધી ગયા છે કે શું કહેશે.. મિસ્ટર અન્વય !! સાંભળતા જ અન્વયે તેમની સામે જોયું