હું એકલો શું કરી શકું? આવો સવાલ મનમાં ઊઠે ત્યારે લખનઉના શિક્ષક મનોજ સિંહને યાદ કરી લેજો! સુખનો પાસવર્ડઆશુ પટેલ ત્રણ દાયકા અગાઉની વાત છે. 1991ના શિયાળાની એક રાતે લ્ખનઉનો પ્રમોદ તિવારી નામનો યુવાન મોડી રાત સુધી તેના ઘરે ન પહોંચ્યો એટલે તેના ઘરના બધા ચિંતાતુર બની ગયા. તેમણે પ્રમોદના સૌથી નજીકના મિત્ર મનોજ સિંહને કોલ કર્યો અને પૂછ્યું કે પ્રમોદ તારે ત્યાં આવ્યો છે? મનોજે કહ્યું, ના, મારે ત્યાં નથી આવ્યો. મનોજ પણ ચિંતામાં મુકાઈ ગયો. પ્રમોદ જે રસ્તે ઘરે આવતો હતો એ રસ્તે એને શોધતો-શોધતો તે જઈ રહ્યો હતો. એ રસ્તે તેને પ્રમોદ મળ્યો તો ખરો, પણ તેણે