બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (12) લવ સાઈડ ઈફેકટસ જિંદગી કયારેય વિરામ લેતી નથી. એ સતત આગળ ધપતી જાય છે. હું થોડા દિવસ ફેમીલી સાથે રહ્યો. મારી પરિસ્થિતિથી ઘરનાં તમામ સભ્યો વાકેફ હતાં અને મહદ્અંશે ેમારો સમય ઊંઘવામાં જ જતો હતો. એકઝામ નજીક હતી. વધુ એક નિષ્ફળ પ્રયાસ માટે મેં મારી જાતને તૈયાર કરી. વળી, કોલેજનું એ વાતાવરણ, પ્રિતીની યાદ... મિત્રો સાથે વીતાવેલી હર એક પળ હજુ બધું જ હૈયે અકબંધ હતું. મેં તૈયારી શરૂ કરી. પણ... એક દિવસ સાંજે હું બુકસ લઈને હોસ્ટેલથી નીકળ્યો. થોડે દુર જતાં જ અચાનક મારી બંને આંખો ખેંચાવા લાગી. મારું મુખ સહેજ ત્રાસું થયું.