સાંભળો છો..?

(23)
  • 4.9k
  • 1.2k

સાંભળો છો..? સંગીતાબેન હરખભેર મલકાતા મલકાતા પતિ અશોકભાઈ સામે જોઈ બોલ્યા, અરે.. સાંભળો છો!આપણી ઢીંગલી કેવી સુંદર લાગે છે નહિ! ને તરત જ પત્ની સંગીતાબેન ની સામે જોઈ અશોકભાઈ બોલ્યા, હા,આજે તો આપણી દીકરી ઢીંગલી નહિ પણ રાજકુમારી લાગે છે. એટલે જ તો જો એને પરણવા રાજકુમાર આવ્યો છે. હા, ખરું કહ્યું તમે દીકરી આપણી ખરેખર નસીબદાર છે.ને એનાથી વધુ આપણે. અશોકભાઈ સંગીતાબેનની સામે જોતા જ અરે રે! આ શું તારી આંખોમાં કચરો તો નથી જ પડ્યો. આ ગંગા જમના કેમ વહેવા લાગી?? આમ અચાનક જ. કાંઈ નથી થયું મને, જવા દો. ચલો આપણે મહેમાનોનું સ્વાગત કરીએ. આંખે આવેલ આંસુ