શિકાર : પ્રકરણ 18

(230)
  • 6.2k
  • 8
  • 3.2k

નક્કી કર્યા મુજબ અનુપ સવારના દસ વાગ્યે ગર્લ્સ હોસ્ટેલ પાસેથી ચા નાસ્તો પતાવી સિગારેટ ફૂંકતો ગાડી લઈને ડોગ હાઉસ તરફ રવાના થયો. સરફરાઝે શુ કર્યું હશે? કઈ રીતે આટલો જલ્દી સમીરને આપણા ધંધામાં જોડ્યો હશે? એ વિચાર તેને થોડોક અકળાવતો હતો. નહિ સમીર પહેલેથી જ મારા જેવા કામ કરે છે. બસ એ શિકાર નથી કરતો. માત્ર છોકરી ફસાવીને મજા લઈને છોડી દે છે. એ એનું કામ છે. પણ એ વળી ક્યાં ઓછું પાપનું કામ છે? સમીર જરૂર શિકાર કરતો થઈ જશે. અહીંનું બધું કામ પૂરું થઈ ગયું છે બસ કાલે જ વડોદરા જાઉં છું એટલે સમીરને પણ સાથે લઈ લઇશ.