મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા સંન્યાસ આખા ઘરને માથે ઉપાડવાની કોઈજ જરૂર ન હતી એવી આ વાત હતી પરંતુ દીનદયાળજીએ આખા ઘરને માથે લીધું હતું. ન પત્ની, ન દીકરા વહુ કે પછી ન દીકરી જમાઈની, તેઓ કોઈની પણ વાત સાંભળી રહ્યા ન હતા. તેઓ બસ એક જ વાતને પકડીને બેસી ગયા હતા કે મને સંસારથી મુક્તિ જોઈએ છીએ, આ બધી મોહમાયા ત્યાગીને સંન્યાસી બનવું છે. આ કાર્ય સંપન્ન કરવા માટે તેમણે સ્વામી રામાધારજીને હરદ્વારથી અહીં આવવા માટે સંદેશ પણ મોકલવી દીધો હતો. તેમણે પોતાના વકીલ પાસે પોતાની બધીજ બચત અને આવક પોતાના વિવેક અનુસાર પોતના લોકો વચ્ચે