વન્સ અપોન અ ટાઈમ - 147

(61)
  • 6.2k
  • 5
  • 3.4k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 147 આઈએસઆઈના કહેવાથી દાઉદ અને છોટા શકીલે મુંબઈમાં ફરી એક વાર શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કરવાનું ષડ્યંત્ર ઘડ્યું હતું, પણ મુંબઈગરાઓના સદ્દનસીબે દાઉદ-શકીલની એ શેતાની યોજના પાર પડે એ પહેલાં 10 ઓકટોબર, 2001ના દિવસે શકીલના છ ગુંડાઓ મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. મુંબઈ પોલીસની આગવી ઢબની પૂછપરછ દરમિયાન શકીલના એ ગુંડાઓએ વટાણા વેરી દીધા. તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ કબૂલ્યું કે આઈએસઆઈ અને દાઉદ ગેંગ દ્વારા ભારતના ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની હત્યાની યોજના ઘડાઈ હતી. મુંબઈ પોલીસે શકીલના છ ગુંડાની ધરપકડ કરીને મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટનું કાવતરું ખુલ્લું પાડ્યું એ પછી ચાર દિવસ બાદ ફરી