શિકાર : પ્રકરણ 17

(213)
  • 6.1k
  • 10
  • 3k

ધોધમાર વરસાદ ફરી એકવાર ઝીંકાવા લાગ્યો. મધરાત્રે બે વાગ્યે વીજળીના ભયાનક કડાકા અને ગિરનો રાજા ગુફામાં ભરાઈ જાય એવી ડરાવણી મેઘ ગર્જનાથી નિધિની આંખ ખુલી ગઈ. ઓઢવાનું હઠાવીને નિધીએ રૂમમાં નજર કરી. બાજુના રૂમમાં જુહી ઊંઘી હતી એ તરફ એક આછો બલ્બ જળતો હતો એનું સાવ આછું પાતળું અજવાળું જુહીના ઘરમાં રેલાતું હતું. નિધિએ પાણીની બોટલ માટે હાથ લંબાવ્યો. પણ બોટલ ખાલી નીકળી. કિચનમાં ફ્રીઝમાં બીજી બોટલ હતી એટલે એને નાછૂટકે ઉભા થવું પડ્યું. એ દરવાજે ગઈ. થોડીવાર આંખો ચોળીને ઉભી રહી. અને પછી એકાએક એનાથી ચીસ પડી ગઈ. પણ ગળામાંથી અવાજ નીકળ્યો નહિ. ભૂત જોયું હોય અને માણસના પગ