મારી ચૂંટેલી લઘુકથાઓ - 39

  • 2.7k
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા એક તંત્ર રાજપથના ચોક પર ખૂબ મોટી ભીડ ઉભી છે, દરેકના હાથમાં પોતપોતાના ડંડા છે અને તેના પર પોતપોતાના ઝંડા પણ છે. લાલ રંગ, લીલો રંગ, ભૂરો રંગ, ભગવો રંગ અને કેટલાક તો બે-બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર રંગના ઝંડાઓ પણ પકડ્યા છે. ભીડમાં ઉભેલા તમામ પોતપોતાના ઝંડાઓ સહુથી ઉપર લહેરાવવા માંગે છે. છેલ્લા એક મહિનાથી આ બધા જ ઝંડા, શહેરના પ્રમુખ રસ્તાઓ પર માર્ચ પાસ્ટ કરતા જોવા મળ્યા હતા. એક અજબ કલબલાટ અને ઉત્સુકતા શહેરની હવાઓમાં ફેલાઈ રહી હતી. કોઈ બીજો ઝંડો પોતાના ઝંડાથી ઉપર ન જતો રહે તે માટે દરેક પક્ષ