અર્ધ અસત્ય. - 64

(240)
  • 7.2k
  • 12
  • 5.4k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૪ પ્રવીણ પીઠડીયા સમયનો માર ખાઇ-ખાઇને પૃથ્વીસિંહજીની હવેલી ખંડેરમાં તબદિલ થઇ ચૂકી હતી. જ્યારે હવેલીની આ હાલત હોય તો તેની પાછળ બનેલાં ઘોડારનું તો પૂછવું જ શું? હવેલી જીવંત હતી અને પૃથ્વીસિંહજી કારભાર સંભાળતાં હતા એ સમયે જ આ જગ્યાને સાવ નધણિયાત છોડી દેવાઇ હતી. તેને કારણે એ એકલા અટૂલા અને જર્જરીત બનેલાં ઘોડરમાં મનહૂસિયત પ્રસરી ચૂકી હતી. રાજગઢનાં લોકોએ તો આ તરફ આવવાનું લગભગ બંધ જ કરી દીધું હતું કારણ કે હવે આ સંપૂર્ણ વિસ્તાર ઉપર જંગલે પોતાનો કબ્જો જમાવી દીધો હતો. ચારેકોર આડેધડ ઉગી નીકળેલાં ઝાડી ઝાંખરાઓ અને વૃક્ષોએ હવેલી અને તેની પાછળ અડધો કિલોમિટર દૂર