પ્રેમ પ્રથા - લાગણીની કશ્મકશ વ્યક્ત કરતી લઘુકથાઓ

(12)
  • 3.4k
  • 1k

1. કેટલું સુંદર...ખૂટે ભલે રાતો પણ, વાતો આ ખૂટે નહિં,વાતો એવી તારી મારી...ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા,મીઠી મીઠી વાતો વાળી...ચાંદ ને કહો આજે, આથમે નહીં...કાળું પોતાની જ મસ્તીમાં આ ફિલ્મી ગીત ગણગણી રહ્યો હતો ને અચાનક ઘૂઘરીનો અવાજ આવતા જ ચૂપ થઈ ગયો.'શું...!!! શું બોલ્યો તું આ...?? સરસ જ છે ફરીથી બોલ ને!!' પોતાની સાથે રહેલી ઘૂઘરી બાંધેલી સ્ટિકને બાજુમાં મૂકી અને કાળું ની પાસે બેસતાં પૂનમે કહ્યું. 'બે ગાંડી... પૂનમડી, હું કઈ બોલી ન'તો રહ્યો... ગાઈ રહ્યો હતો. આને ગાવાનું કહેવાય ગાવાનું...''અચ્છા, એમ!!' પૂનમે હળવું સ્મિત રેલ્યું.'હા, પાગલ. આ એક નવી ગુજરાતી ફિલ્મનું ગીત છે. હમણાં જ આવ્યું