વિષાદ યોગ - પ્રકરણ - 58

(168)
  • 7.3k
  • 4
  • 4k

વિષાદયોગ-પ્રકરણ-58 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- પ્રશાંત ભાનમાં આવ્યો અને આંખો ખોલી જોયુ તો સામે ફાર્મહાઉસનો ચોકીદાર ઊભો હતો. તેને જોઇ પ્રશાંતે પુછ્યું “હું ક્યાં છું? મને શું થયું હતું.?” આ સાંભળી પેલા વોચમેને કહ્યું “તમે અહીં ફાર્મ હાઉસ પર જ છો. તમે એકાએક બેહોસ થઇ ગયા હતા એટલે અમે તમને ઉપરના રુમમાં લાવ્યા છીએ.” આ સાંભળતાજ પ્રશાંતને પોતે બેભાન થયો હતો તે વાત યાદ આવી એ સાથેજ પેલા રુપીયા પોતાના હાથમાંથી જતા રહ્યા છે તે યાદ આવી ગયું અને તેને નિશીથ પર જોરદાર ગુસ્સો આવ્યો. તેણે વોચમેનને પુછ્યું “બીજા બધા ક્યાં નીચે છે?” “ના બધાને જવા દીધા છે. સાહેબને હોસ્પીટલમાં દાખલ કર્યા છે.”