અકબંધ રહસ્ય - 2 (છેલ્લો ભાગ)

(57)
  • 3.8k
  • 2
  • 1.7k

#વાર્તા_અંતિમ_ભાગ#વિચારમાં અને વિચારમાં આવેલ નીંદર એલાર્મ ના અવાજ થી ઉડી. ફટાફટ ઉઠી ચા નાસ્તો બનાવી નાખ્યા. આજે કોઈ રીતે શૂટિંગ માં થી રજા લેવાય એમ છે જ નહીં અને માસી ક્યાંક એમનાં રિલેટીવ ને ત્યાં જવાના હતાં ઍટલે રસોઈ બનાવવાની હતી નહીં. ઋત્વા ગુડ મોર્નિંગ , માસી ગુડ મોર્નિંગ ચા નાસ્તો રેડી જ છે તમે ફ્રેશ થઈને આવો ત્યાં હું રેડી થઈ જાવ. ઋત્વા એ ટેબલ પર તૈયારી કરતાં જણાવ્યું. પ્રથમ પણ બેડરૂમમાંથી બહાર આવ્યો , પ્રથમ હું રેડી થવા જાવ છું ત્યાં માસી ફ્રેશ થઈ આવે ત્યાર પછી નાસ્તો કરતાં કરતાં એમનો પ્રોગ્રામ જાણી લઈએ અને ડિનર માટે ક્યાંક જઈશું માસી