(ભાગ- ૧૮) (આગળના ભાગમાં આપણે જોયું કે વ્રતી વિધવા હોવા છતાં ગામની સેવા કરવા અહીં રોકાઈ જાય છે, એ જાણી વ્યોમને ખૂબ આશ્ચર્ય થયું, ને વ્યોમ અહીં સજારૂપે આવ્યો છે એ વાત વ્રતીને કેમ ખબર પડી એ જોઈએ.....) દર્દીઓની લાઈન હતી એટલે વ્યોમ કઈ ચોખવટ ન કરી શક્યો ને વ્રતીને પૂછી પણ ન શક્યોં કે એને આ સજાવાળી વાત કેમ ખબર પડી. પછી નિરાંતે પૂછી લઈશ એમ વિચારી બીજા દર્દીઓને જોવા લાગ્યો. હજી તો દર્દીઓમાંથી વ્યોમ ફ્રી થયો જ હતો ત્યાં એક દંપતિ અંદર દાખલ થયુ. સ્ત્રીના હાથમાં છએક મહિનાનું બાળક હતું. ચામડી સુકાઈને સાવ કાગળ જેવી થઈ ગઈ હતી.