વ્યક્તિનું કામ પ્રત્યેનું સમર્પણ તેને મહાન બનાવે છે કે. આસિફની ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું નિર્માણ ધાર્યા કરતાં બહુ ખર્ચાળ બની ગયું અને ખૂબ લંબાઈ ગયું ત્યારે... સુખનો પાસવર્ડઆશુ પટેલ પ્રખ્યાત ગાયક-સંગીતકાર મિત્ર ઉદય મઝુમદારે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મ વિશે બીબીસીએ બનાવેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ મોકલાવી. એ ઘણા દિવસ સુધી જોઈ ન શકાઈ, પણ એ જોઈ ત્યારે ઘણી રોમાંચક વાતો જાણવા મળી. ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મના સર્જક કે. આસિફ વિશે માન હતું, પણ એ ડોક્યુમેન્ટરી જોયા પછી તેમના માટે અહોભાવની લાગણી થઈ. એ ડોક્યુમેન્ટરીમાં બહુ જ રસપ્રદ વાતો જાણવા મળી. એમાંની કેટલીક પ્રેરક વાતો વાચકો સાથે શેર કરવાનું મન થયું. કે. આસિફે છ દાયકા અગાઉ દોઢ કરોડ