મારી ચૂંટેલી લઘુકથાઓ - 38

(12)
  • 2.4k
  • 1
  • 972

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા આ પણ એટલુંજ સત્ય છે કે... આ વહેલી સવારની વાત છે. રામપ્રસાદ જૈનનું પોતાના સમાજમાં અત્યંત પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે. ચાતુર્માસના નવકાર મંત્રનું સહુથી વધુ પઠન આમના નિવાસસ્થાનેથી જ થતું હોય છે. આજે સવારે જ્યારે તેઓ સ્થાનક પર પહોંચ્યા ત્યારે સમગ્ર હોલ ખીચોખીચ ભરેલો હતો. દિવાળીના પર્વ નિમિત્તે મુનિશ્રી સુરત્નસાગરજીનું પ્રવચન સાંભળીને તમામ પોતાની જાતને ધન્ય કરી દેવા માંગતા હતા. રામપ્રસાદને હોલની છેલ્લી લાઈનમાં બહુ મુશ્કેલી બાદ સ્થાન મળ્યું પણ તો પણ તેઓ મન મારીને અહીં બેસી ગયા. “આ પવિત્ર સવારે હું સમાજ પાસેથી એક વચન લેવા માંગુ છું.” મુનિશ્રીનો ગંભીર સ્વર હોલની